Monday 12 March 2018

ચીનમાં જિનપીંગ આજીવન


ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્સે રે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદ માટે મહત્તમ બે કાર્યકાળની મર્યાદાને બેતૃતિયાંશ બહુમતથી ખતમ કરી દીધી છે અને તેના સંબંધિત બંધારણીય સંશોધનની દરખાસ્ત પાસ કરી દીધી છે. એનપીસીના અંદાજે ૩૦૦૦સાંસદોમાંથી બે તૃતિયાંશે બે કાર્યકાળની અનિવાર્યતા ખતમ કરવાના કાયદાને મંજૂરી આપી દીધી. તેનાથી રાષ્ટ્રપતિ જિનપિંગના આજીવન આ પદ પર બની રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જિનપિંગ ગયા વર્ષે ઓક્ટો.માં બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા. બીજો કાર્યકાળ પૂરો થયા બાદ ૨૦૨૩માં ત્રીજી વખત અને ત્યાર બાદ પણ તેમની ઈચ્છા થાય ત્યાં સુધી તે મને રાષ્ટ્રપતિપદે પસંદ કરી શકાશે. સંસદમાં શાસક સીપીસીની સાત સભ્યોની સ્થાયી સમિતિએ આ સંશોધનને સર્વ સંમતિથી મંજૂરી આપી દીધી હતી.

No comments:

Post a Comment