Tuesday 13 March 2018

જયા બચ્ચન બન્ને ગૃહમાં સૌથી ધનવાન સાંસદ બની જશે



રાજ્યસભાની આ ચૂંટણી બાદ સંસદના બન્ને ગૃહમાં જયા સૌથી ધનવાન સાંસદ બની જશે. હાલમાં દેશના સૌથી ધનવાન સાંસદ રવીન્દ્રકિશોર સિંહા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના જણાવ્યા અનુસાર બિહારમાંથી રાજ્યસભાના સાંસદ સિંહાની કુલ સંપત્તિ ૮૫૭ કરોડ રૂપિયા છે. તેમની ટર્મ બીજી એપ્રિલે પૂરી થઈ રહી છે. સંપત્તિના મામલે ત્યાર પછીના ક્રમે આવનારા સાંસદોની સંપત્તિ ઘણી ઓછી છે. રાજ્યસભાની આ ૫૮ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઈ ગયા બાદ જયા બચ્ચન સૌથી ધનવાન સાંસદ બની જશે. જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચનની સંપત્તિ ૨૦૧૨માં ૫૦૦ કરોડ રૂપિયા હતી, જે વધીને હાલમાં ૧૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જયાએ રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કર્યું તેમાં આ વિગત મળી છે.
જયા પાસે ૪૬૦ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે, જે ૨૦૧૨માં હતી તેના કરતાં બે ગણાથી પણ ‌વધારે છે. ૨૦૧૨માં આ દંપતી પાસે ૧૫૨ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત હતી. જંગમ મિલકત ૩૨૩ કરોડ રૂપિયાની હતી, જે વધીને ૫૪૦ કોરડ રૂપિયા થઈ ગઈ છે. ૬૧ કરોડ રૂપિયાના દાગીના છે. બચ્ચન દંપતી પાસે ૧૨ કાર છે, જેમાં રોલ્સ રોયસ, ત્રણ મર્સિડિઝ, એક પોર્શ અને એક રેન્જ રોવર છે. અમિતાભ પાસે એક નેનો કાર છે અને એક ટ્રેક્ટર પણ છે. આ તેમની પાસે ઉપરાંત દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં મોંઘી જમીન, મોંઘી ઘડિયાળ અને મોંઘી પેન છે.

No comments:

Post a Comment