Saturday 10 March 2018

અંજુમને ૫૦મી રાઇ‌ફલ થ્રી-પોઝિશનમાં સિલ્વર મેડલ જીતી લીધો



ભારતની યુવા શૂટર અંજુમ મુદ્રિલે આઈએસએસએફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. આ અંજુમનો વર્લ્ડ કપમાં પ્રથમ મેડલ છે. તે ૫૦ મીટર રાઇફલ થ્રી-પોઝિશનમાં બીજા નંબરે રહી હતી. 
ઝડપી હવાઓ વચ્ચે તેણે ફાઇનલમાં ૪૫૨.૨નો સ્કોર કર્યો હતો. ૪૫ શોટની ફાઇનલમાં ચીનની રુઈજિયાનો પેઈએ ૪૫૪.૪ના સ્કોર સાથે ગોલ્ડ અને તિંગ સુને ૪૪૨.૪ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
અંજુમે ભારતને ટૂર્નામેન્ટમાં આઠમો મેડલ અપાવ્યો હતો. ભારત મેડલ ટેલીમાં ૩ ગોલ્ડ, સિલ્વર અને ૪ બ્રોન્ઝ સાથે ટોચના સ્થાને યથાવત્ છે. 

No comments:

Post a Comment