Sunday 11 March 2018

ઓટીએના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બે મહિલા કેડેટને ટોપ ઓનર એવોર્ડ મળ્યો



તસવીર ચેન્નઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમી(ઓટીએ)માં પાસિંગ આઉટ પરેડની છે. આ વખતે ૨૫૫ કેડેટ ઓફિસર બન્યા છે. તેમાં ૩૭ મહિલાઓ છે. રસપ્રદ વાત એ છે કે ઓટીએના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બે મહિલા કેડેટને ટોચનું સન્માન મળ્યું છે. કેડેટ પ્રીતિ ચૌધરીને સ્વોર્ડ ઓફ ઓનર અને વ્રીતિને સિલ્વર મેડલ એવોર્ડ મળ્યો છે. તેમણે ૨૫૦થી વધુ કેડેટને પછાડી એકેડમીનો સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું છે. પ્રીતિ સર્વોચ્ચ સન્માન સ્વોર્ડ ઓફ ઓનર મેળવનાર ઓટીએની ત્રીજી મહિલા કેડેટ છે. તેના પહેલાં ૨૦૧૦ અને ૨૦૧૫માં અનુક્રમે : દિવ્યા અને એમ. અંજના આ મેડલ જીતી ચૂક્યાં છે. ગોલ્ડ મેડલ કેડેટ વિવેક સૂરજને અપાયો છે. 
ભૂતાનઅફઘાનિસ્તાને અને તઝાકિસ્તાનના ૨૨ કેડેટ પણ ઓટીએથી નીકળ્યા : 
ઓટીએથી ભૂતાનના બે પુરુષ અને ત્રણ મહિલા કેડેટનવ અફઘાનિસ્તાનના અને તઝાકિસ્તાનના પાસઆઉટ થયા છે. આ પોત-પોતાના દેશની સેનાઓમાં સેવા આપશે. 
સ્વોર્ડ ઓફ ઓનર : સ્વોર્ડ ઓફ ઓનર ઓવરઓલ મેરિટમાં પહેલા સ્થાને આવનારા કેડેટને અપાય છે. તેમાં કેડેટની શારીરિકએકેડમિકવેપનનેતૃત્વ અને ફિલ્ડ એન્જિનિયરિંગની ક્ષમતાને પારખવામાં આવે છે. ક્રોસ કન્ટ્રી રનબોક્સિંગ અને ડિબેટ જેવી કોમ્પિટિશન જીતવાની હોય છે. 
પ્રીતિ ચૌધરી હરિયાણાના પાણીપતની વતની છે. તેમના પિતા ઇન્દર સિંહ ઓનરરી કેપ્ટન(નિવૃત) છે. માતા સુમતાદેવી ટીચર છે. જોકે વ્રીતિના પિતા બેન્કિંગ પ્રોફેશનલ અને માતા લેક્ચરર છે. 

No comments:

Post a Comment