Monday 12 March 2018

અખિલને ૫૦મી રાઇફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ, વર્લ્ડ કપમાં પ્રથમ મેડલ જીત્ય



ભારતના શૂટર અખિલ શ્યોરાને આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અખિલ પ્રથમ વખત શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યો છે. અખિલે ફાઇનલમાં ૪૫૫.૬નો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રિયાના પિક્લે (૪૫૨) સિલ્વર અને હંગરીના ઇસ્તવાન પેની (૪૪૨.૩) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અખિલે ભારતને ટૂર્નામેન્ટમાં ચોથો ગોલ્ડ અપાવ્યો છે. ભારત હવે મેડલ ટેલીમાં ૪ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ સહિત ૯ મેડલ સાથે ટોચના સ્થાને છે. ચીન ૨ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ સાથેબીજા નંબરે છે. અખિલ પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં જ મેડલ જીતનાર પાંચમો ભારતીય શૂટર છે. તેના પહેલા શહજાર રિઝવી, મનુભાકર, મેહુલી ઘોષ અને અંજુમ મુદ્રિલ મેડલ જીતી ચૂક્યા છે. અખિલે ઇવેન્ટમાં હંગરીના સિડી, ફ્રાન્સના રેનોલ્ડ, એર રાઇફલ ગોલ્ડ મેડાલિસ્ટ ઇસ્તવાન પેની અને ભારતીય ચેમ્પિયન સંજીવ રાજપૂતને પાછળ રાખ્યા હતા.

No comments:

Post a Comment