Tuesday 13 March 2018

મોદી-મેક્રોને ઉત્તર પ્રદેશના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું



વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઉત્તર પ્રદેશના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. મિરઝાપુર જિલ્લાના છન્વે બ્લોકમાં દાદર કલાન ખાતે આ પ્લાન્ટ સ્થપાયો છે. અહીં તૈયાર કરાયેલી એર સ્ટ્રીપ ખાતે વડાપ્રધાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફ્રાન્સના પ્રમુખ મેક્રોનને આવકાર્યા હતા.
વડાપ્રધાન મોદી અને મેક્રોને સોલર પેનલને એનર્જાઈઝ કરવા માટેનું બટન દબાવીને ૭૫ મેગાવોટની ફેસિલિટી જનતાને સમર્પિત કરી હતી. ફ્રેન્ચ કંપની ENGIE(એન્જી) દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. વિંધ્યના પહાડી પ્રદેશમાં આવેલા દાદર કલાન ગામ ખાતે ૩૮૦ એકરની વિશાળ જમીન પર ૧,૧૮,૬૦૦ સોલર પેનલ મૂકવામાં આવી છે. ત્યાં ઉત્પન્ન થનારી સૌરઉર્જા મિરઝાપુર રેન્જના જિગના સબ-સ્ટેશન ખાતે ટ્રાન્સમિટ થશે. વર્ષે ૧૫.૬ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.

No comments:

Post a Comment