સીનિયર સરકારી
અધિકારીઓએ માહિતી આપી છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ માટે તદ્દન
નવા વિમાનનો ઓર્ડર આપી દેવાયો છે અને વર્ષ ૨૦૨૦ની શરૂઆત સુધીમાં તૈયાર થઈ જશે. એર
ઈન્ડિયાએ ફેબ્રુઆરી-માર્ચમાં કુલ ત્રણ બોઈંગ ૭૭૭ વિમાન ખરીદ્યા
છે, જે પૈકી બે
વિમાન વીવીઆઈપી માટે સરકાર એર ઈન્ડિયા પાસેથી ખરીદી લેશે.
સરકારે બજેટમાં
આ વિમાનની ખરીદી માટે ૪૪૬૯.૫૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયાના
બે બોઈંગ ૭૭૭-૩૦૦ ER વિમાનને વીઆઈપી માટે સજાવવામાં આવી રહ્યા છે. તેમાં પ્રેસ
કોન્ફરન્સ માટેનો રૂમ પણ હશે અને મેડિકલ ઈમરજન્સીના સંજોગોમાં પેશન્ટ ટ્રાન્સપોર્ટ
યુનિટ પણ હશે. વિમાનમાં વાઈ-ફાઈ સહિતની સુવિધાઓ હશે.
No comments:
Post a Comment