યુએસ-બાંગ્લા
એરલાઈન્સનું વિમાન નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર
લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં ૫૦થી વધુ લોકોનાં મોત થયા છે.
વિમાન
લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયા બાદ સળગી ઊઠ્યું હતું. બોમ્બાર્ડિયર ડેશ ૮Q૪૦૦ વિમાન ૬૭ પેસેન્જર અને ચાર ક્રૂ સભ્યો સાથે બાંગ્લાદેશના ઢાકાથી
કાઠમંડુ આવી રહ્યું હતું.
ઢાકાથી રવાના થયા બાદ ત્રિભુવન એરપોર્ટ પર બપોરે ૨.૨૦
વાગે લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી. વિમાન ક્રેશ થયા બાદ સળગી ઉઠ્યું હતું
અને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.
No comments:
Post a Comment