ગણપત યુનિવર્સિટીની બીજા પ્રેસિડેન્ટ તરીકે ગણપતભાઈ પટેલે શપથગ્રહણ કર્યા છે. ગણપતિ યુનિવર્સિટીના પ્રાંગણમાં ગઈકાલે ઉજવાયેલા વિદ્યા શિલ્પી દિવસના અવસરે યુનિવર્સિટીના બીજા પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કરીને સંસ્થાના પેટ્રન ઇન ચીફ અને અધિષ્ઠાતા ગણપતભાઇ પટેલે હોદ્દાની ઔપચારિક જવાબદારી સ્વીકારી હતી.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આપણા પ્રથમ પ્રેસિડેન્ટ હૃદયસ્થ અનિલભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ કે છે કે યુનિવર્સિટીને આપણે હજુ ઘણી ઊંચાઇઓ પર લઇ જઇએ. ‘2018 નું વર્ષ એટલે પરિવર્તનનું વર્ષ' એવું સૂત્ર તેમણે આ પ્રસંગે આપ્યું હતું. ગણપત યુનિવર્સિટીના સ્થાપક સંવર્ધક અને હવે હૃદયસ્થ થયેલા અને અનિલભાઇ પટેલના જન્મદિવસને હવે દર વર્ષે વિદ્યા શિલ્પી દિવસ તરીકે ઉજવવાનું યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સની કરેલાં ઠરાવને અનુસરીને શરૂ કરવામાં આવ્યું છે. ગઇ ૮મી ફેબ્રુઆરીના રોજ તેમનું નિધન થયું હતું. ગણપતભાઈએ પોતાના પ્રવચનમાં એવું પણ કહ્યું હતું કે આપણે સહુ જાણીએ છીએ તેમ આપણે સંસ્થાન વિચાર્યું છે અને તેનું ઘડતર જે મૂલ્યો દ્વારા થયું છે તે આપણા લોગો દ્વારા વ્યક્ત થાય છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ડી રાજગોપાલનને પણ આ પ્રસંગે મુખ્ય વ્યાખ્યાન આપ્યું હતું..
No comments:
Post a Comment