ભારત અને
ફ્રાંસે સાથે મળીને બે વર્ષ પહેલા ઓક્ટોબર ૨૦૧૫માં ઇન્ટરનેશનલ સોલર એલાયંસ
(આઇએસએ)ની રચના કરી હતી. રવિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ આઇએસએના
પ્રથમ સંમેલનનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી આ સમિટમાં ફ્રાંસ, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ૨૩ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, ૧૦ દેશોના પ્રધાન અને ૧૨૧ દેશોના પ્રતિનિધિ સામેલ થયા. આને દુનિયાના સોલર
ઉર્જા સેક્ટરમાં ભારત અને ફ્રાંસની મોટી પહેલ માનવામાં આવી રહી છે. આ સંગઠન
દુનિયાના સૌથી મોટા સંગઠનોમાંથી એક છે. બે વર્ષમાં આ સંગઠન સાથે અત્યાર સુધી ૬૧ સંગઠન જોડાઇ ગયા છે, ૨૬ દેશ તેની
સમજૂતી પર હસ્તાક્ષર કરવાના છે.
ઓક્ટોબર ૨૦૧૫માં
ભારત અને ફ્રાંસે પેરિસમાં ઇન્ટરનેશનલ સોલર એલાયંસ (આઇએસએ)ની રચના કરી હતી, ૨૦૧૬માં ફ્રાંસના તે વખતના રાષ્ટ્રપતિ
ફ્રાંસવા ઓલાંદે આના હેડક્વાર્ટરનો ગુડગાંવમાં પાયો નાખ્યો હતો, એક વર્ષ બાદ રવિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ આઇએસએની પ્રથમ સમિટનું
ઉદઘાટન કર્યું...
આઇએસએમાં ૧૨૧ દેશ સામેલ છે. તેમનામાંથી આશરે ૮૦ ટકા દેશ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના છે. આ
દેશ સૂર્યની સૌથી નજીક છે. અા દેશોમાં આખા વર્ષમાં સૂર્યની પુરતી રોશની ઉપલબ્ધ રહે
છે.
No comments:
Post a Comment