Wednesday, 7 March 2018
Appointment
કાંચી
કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતી બુધવારે બ્રહ્મલીન થયા બાદ
ગુરુવારે તેમના વૃંદાવન પ્રવેશની વિધિ કરવામાં આવી હતી. વિજયેન્દ્ર
સરસ્વતી ૨૫૦૦ વર્ષ જૂની આ પીઠના ૭૦મા શંકરાચાર્ય બનશે. વિજયેન્દ્ર સરસ્વતી
જયેન્દ્ર સરસ્વતીના શિષ્ય છે. વિજયેન્દ્ર હવે કાંચી કામકોટીના પીઠાધિપતી બનશે.
પીઠના વડા શંકરાચાર્ય કહેવાય છે. આ પીઠ ઈસ્વીસન પૂર્વે ૪૮૨માં સ્થપાઈ હતી. આદિ
શંકરાચાર્યએ તેની સ્થાપના કરી હતી. કાંચીના શંકરાચાર્ય હોવાને કારણે હવે
વિજયેન્દ્ર સરસ્વતી સનાતન અદ્વૈત વેદાંતના પ્રવર્તક બનશે. તેમનો જન્મ ૧૯૬૯માં
કાંચીપુરમ નજીકના થંડલમ ખાતે થયો હતો.
No comments:
Post a Comment