Wednesday 7 March 2018

કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન



કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું ૨૮/૦૨/૨૦૧૮ના રોજ નિધન થઇ ગયું. તેઓ ૮૩ વર્ષના હતા. તેમણે સવારે કાંચીપુરમની પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. અંતિમ સંસ્કાર થશે. 
જયેન્દ્ર સરસ્વતીનો જન્મ ૧૮ જુલાઇ, ૧૯૩૫ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેઓ કાંચી મઠના ૬૯મા શંકરાચાર્ય હતા. જયેન્દ્ર સરસ્વતી ૧૯૫૪માં શંકરાચાર્ય બન્યા હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ સુબ્રમણ્યન મહાદેવ અય્યર હતું. તેમને સરસ્વતી સ્વામિગલના ઉત્તરાધિકારી ઘોષિત કરાયા ત્યારે તેઓ માત્ર ૧૯ વર્ષના હતા. તેઓ ૬૫ વર્ષ સુધી શંકરાચાર્ય રહ્યા.
૨૦૦૩માં તેમણે શંકરાચાર્ય તરીકે ૫૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. ૧૯૮૩માં જયેન્દ્ર સરસ્વતીએ શંકર વિજયેન્દ્ર સરસ્વતીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા. કાંચી મઠની સ્થાપના આદિ શંકરાચાર્યએ કરી હતી. કાંચી મઠ કાંચીપુરમમાં સ્થાપિત એક હિન્દુ મઠ છે. તે પાંચ પંચભૂતસ્થળો પૈકી એક છે. અહીંના મઠાધીપતિને શંકરાચાર્ય કહે છે. 
આદિ શંકરાચાર્યએ દેશમાં ચારેય દિશામાં આ મઠ સ્થાપિત કર્યા છે
શૃંગેરી મઠ
શૃંગેરી શારદા પીઠ કર્ણાટકના ચિકમંગલુરમાં છે. અહીં દીક્ષા લેતા સંન્યાસીઓના નામની પાછળ સરસ્વતી, ભારતી, પુરી લગાવાયા છે.
જયેન્દ્ર સરસ્વતી જ્યારે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને મળવા રાષ્ટ્રપતિભવન પહોંચ્યા હતા ત્યારે કલામે જયેન્દ્રને પોતાની ખુરશી પર બેસાડી દીધા. જયેન્દ્રએ પૂછ્યું કે આવું શા માટે કર્યુંω?કલામે કહ્યું- આ ખુરશી પર હંમેશા તમારા આશીર્વાદ રહે એટલા માટે.
ગોવર્ધન મઠ
ગોવર્ધન મઠ ઓડિશાના પુરીમાં છે. તેનો સંબંધ ભગવાન જગન્નાથ મંદિર સાથે છે. તેમાં બિહારથી ઓડિશા અને અરુણાચલ સુધીનો ભાગ આવે છે. 
શારદા મઠ 
દ્વારકા મઠને શારદા મઠ કહેવાય છે. તે ગુજરાતમાં દ્વારકાધામમાં છે. અહીં દીક્ષા લેનાર સંન્યાસીઓના નામ પાછળ તીર્થ અને આશ્રમ લખાય છે.
જ્યોતિર્મઠ
જ્યોતિર્મઠ ઉત્તરાખંડના બદ્રિકાશ્રમમાં છે. અહીં દીક્ષા લેતા સંન્યાસીઓના નામ પછી ગિરિ, પર્વત અને સાગર વિશેષણ લગાવાય છે. 

No comments:

Post a Comment