ભારતનો
ટોચનો જ્વેલિન થ્રોઅર દેવિન્દરસિંહ કાંગ ગયા સપ્તાહે સ્પર્ધા દરમિયાન કરાયેલા
ડોપિંગમાં સ્ટિરોઇડ્સનું સેવન કરવા બદલ દોષિત માલૂમ પડ્યો છે અને વર્લ્ડ
એથ્લેટિક્સ સંચાલક સંસ્થાએ તેને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધો છે.
કાંગનો
ડોપિંગનો નમૂનો ગયા વર્ષે કાર્યરત બનેલી આઇએએફની નવી ડોપિંગ વિરોધી સંસ્થા
એથ્લેટિક્સ ઇન્ટિગ્રીટી યૂનિટે (એઆઇયૂ) ચાર દિવસ પહેલાં પતિયાલા ખાતે લીધો હતો. ૨૯ વર્ષીય
એથ્લેટના નમૂનામાં પ્રતિબંધિત સ્ટિરોઇડ્સ મળી આવ્યા છે અને કાંગ પર હવે ચાર વર્ષના
પ્રતિંબધનો ખતરો છે. જો પ્રતિબંધ લદાશે તો તેની કારકિર્દી પૂરી થઇ જશે.
એઆઇયૂ અધિકારીઓએ કાંગનો ડોપ ટેસ્ટ વાડાની આચારસંહિતા મુજબ 'વ્હેર એબાઉટ્સ' નિયમ મુજબ સમયસર કર્યો હતો. કારણ કે તે
એવા પાંચ ભારતીય એથ્લેટ્સમાં સામેલ છે જેમને આઇએએએફની રજિસ્ટર્ડ ટેસ્ટ પૂલમાં
રાખવામાં આવ્યા છે.
આઇએએએએફે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશનને કાંગના ડોપ
ટેસ્ટમાં નિષ્ફળ જવાની જાણ કરી હતી અને તેનું નામ તરત જ એનઆઇએસ પતિયાલા ખાતે
યોજાયેલી ભારતીય ગ્રાન્ડ પ્રિક્સ જ્વેલિન થ્રો સ્પર્ધાની પ્રારંભિક લાઇન-અપમાંથી
હટાવી લેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દેવિન્દરસિંહ કાંગે ગયા વર્ષે વર્લ્ડ
એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મેન્સ જ્વેલિન થ્રો ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય
કર્યું હતું પરંતુ ફાઇનલમાં તે અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો અને તે ૧૨મા ક્રમાંકે રહ્યો હતો.
No comments:
Post a Comment