અમેરિકાના ફિલ
મિકેલસને વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે. ૪૭
વર્ષના
મિકેલસનનો ફાઇનલ સ્કોર અંડર ૬૬ રહ્યો હતો.
વર્લ્ડ રેન્કિંગમા 34મા ક્રમાંકે રહેલા
મિકેલસને ત્રીજી વખત આ ટાઇટલ જીત્યું છે. આ તેનું પાંચ વર્ષમાં પ્રથમ ટાઇટલ છે. આ
પહેલા તેણે અંતિમ ટાઇટલ ૨૦૧૩માં બ્રિટિશ ઓપનના રૂપમાં જીત્યું હતું.
બીજી તરફ
ભારતનો શુભંકર શર્મા સંયુક્ત નવમા સ્થાને રહ્યો હતો. ૨૧ વર્ષના શુભંકરની આ
પ્રથમ પીજીએ ટૂર્નામેન્ટ હતી. આ ટૂર્નામેન્ટની કુલ પ્રાઇઝ મની ૬૫
કરોડ રૂપિયા
હતી. મિકેલસનને ચેમ્પિયન બનવા પર ૧૧ કરોડ રૂપિયા મળ્યા હતા.
No comments:
Post a Comment