૯૦મા
એકેડેમી એવૉર્ડ એટલે કે ઓસ્કારની સોમવારે જાહેરાત કરાઈ. ડિરેક્ટર ગિલેરમો દેલ
તોરોની ફિલ્મ 'ધી શેપ ઓફ વોટર' સૌથી સફળ ફિલ્મ બનીને ઊભરી આવી. આ ફિલ્મને ૪ ઓસ્કાર- બેસ્ટ ફિલ્મ, બેસ્ટ
ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ પ્રોડક્શન
ડિઝાઈન એવૉર્ડ મળ્યા.
ક્રિસ્ટોફર
નોલાનની 'ડનકર્ક' ને ૩, જો રાઈટની 'ડાર્કેસ્ટ અવર'ને ૨ ઓસ્કાર મળ્યા. ફ્રાન્સિસ મેક્ડોર્મન્ડને
બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો.
જોર્ડન પીલને 'ગેટ આઉટ' ફિલ્મ માટે બેસ્ટ
સ્ક્રીનરાઈટરનો એવૉર્ડ મળ્યો. આ એવૉર્ડ જીતનાર તે પ્રથમ અશ્વેત સ્ક્રીનરાઈટર
બન્યા.
બેસ્ટ કોસ્ચ્યુમનો એવૉર્ડ
જીતનાર માર્ક બ્રિજેસે સૌથી નાની ૩૬ સેકન્ડની સ્પીચ આપી. તે માટે
ઈનામમાં તેમને ૧૨ લાખની
જેટ સ્કી અપાઈ હતી.
NBA ચેમ્પિયન રહેલા કોબી બ્રાયન્ટને
'ડિયર બાસ્કેટબોલ' માટે બેસ્ટ એનિમેટેડ શોર્ટ
ફિલ્મનો એવૉર્ડ.
મુખ્ય કેટે ગરીમાં
એવૉર્ડ વિજેતા
ધી શેપ ઓફ વોટર- બેસ્ટ ફિલ્મ
ફ્રાન્સિસ મેક્ડોર્મન્ડ લીડ એક્ટ્રેસ(થ્રી બિલબોર્ડ્સ
આઉટસાઈડ ઈબિંગ, મિસૌરી)
ગેરી ઓલ્ડમેન- લીડ એક્ટર(ડાર્કેસ્ટ અવર)
ગિલરેમો દેલ તોરો- ડિરેક્ટર(ધી શેપ ઓફ
વોટર)
એલિસન જેની- સપોર્ટિંગ એક્ટ્રેસ(આઈ, તાન્યા)
સેમ રોકવેલ- સપોર્ટિંગ એક્ટર(થ્રી બિલબોર્ડ્સ...)
લી સ્મિથ- બેસ્ટ એડિટિંગ (ડનકર્ક)
એ ફેન્ટાસ્ટિક વૂમેન- ફોરેન લેંગ્વેજ ફિલ્મ
પોલ, વિઆઉ, જેફ્રી- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન(શેપ.)
જોન નેલસન,
ગર્ડ નેફજર, પોલ લેમબર્ટ
અને રિચર્ડ આર હ્યુવર- બેસ્ડ વિઝ્યુઅલ ઈફેક્ટ (બ્લડ રનર ૨૦૪૯)
No comments:
Post a Comment