Friday 9 March 2018

મોદી વારાણસીમાં મેક્રોંની મહેમાનગતિ કરશે



ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંની ત્રણ દિવસની ભારતયાત્રા ૧૦/૦૩/૧૮થી શરૂ થશે. જોકે તે રાત સુધી ભારત આવી પહોંચશે.
યાત્રાના પ્રથમ દિવસ દિલ્હીમાં પીએમ મોદી અને મેક્રોં વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર મંત્રણા થશે.
જોકે બીજા દિવસે મોદી અને મેક્રોં સંયુક્તરૂપે સૌર ઊર્જા ગઠબંધનની પહેલી બેઠકનો શુભારંભ કરશે. તે ઉપરાંત વેપારને પ્રોત્સાહન આપવા માટે ફ્રાન્સ અને ઈન્ડિયા સીઈઓ ફોરમની રાઉન્ડ ટેબલ મીટિંગ પણ યોજાશે. તેમાં બંને દેશના ટોચના બિઝનેસમેન સામેલ થશે.
ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મેક્રોંની ભવ્ય મહેમાનગતિ કરશે.
મેક્રોં જાપાની પીએમ શિન્જો આબે બાદ વારાણસી જનાર બીજા રાષ્ટ્રપતિ હશે. મોદી મેક્રોંને ગંગાના ઘાટ પર પણ ફેરવશે. તે ઉપરાંત ગંગા નદી પર બોટિંગ પણ કરશે. તેના માધ્યમથી મોદી નમામિ ગંગે પ્રોજેક્ટનું બ્રાન્ડિંગ પણ કરશે. 

No comments:

Post a Comment