Friday 9 March 2018

૧૨મો વિન્ટર પેરા ગેમ્સ



૨૩મો વિન્ટર ઓલિમ્પિક પૂરા થયાના ૧૨ દિવસ પછી ૦૯/૧૧/૧૮થી પ્યોંગચેંગમાં વિન્ટર પેરાલિમ્પિક શરૂ થઈ રહ્યો છે. ૧૦ દિવસ સુધી ચાલનાર આ ગેમ્સમાં ૪૦ દેશના ૬૭૦ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ૧૯૭૬માં પ્રથમ વિન્ટર પેરાલિમ્પિક ઓર્ન્સકોલ્ડવિક (સ્વીડન)માં રમાયો હતો. ત્યારે ફક્ત ૨ રમતો હતી અને ૧૬ દેશના ૫૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ૧૨માં વિન્ટર ગેમ્સમાં કુલ ૬ રમત હશે. આ ગેમ્સમાં અમેરિકાના સૌથી વધારે ૬૮ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. જ્યારે ૧૫ દેશોના એક-એક ખેલાડી ઉતરી રહ્યા છે. 
પ્રથમ વિન્ટર ગેમ્સમાં ૪૨ વર્ષ પહેલા પેરા અલ્પાઇન સ્કીઇંગ અને પેરા ક્રોસ કન્ટ્રી સ્કીઇંગ બે જ રમતો હતી. ત્યારે વેસ્ટ જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડે સૌથી વધારે 10-10 ગોલ્ડ જીત્યા હતા.
૩૬ ખેલાડી ભાગ લઈ રહ્યા છે યજમાન દક્ષિણ કોરિયાના. ત્રીજુ સૌથી મોટુ દળ. દ.કોરિયા અને ઉ.કોરિયા નોર્ડિક સ્કીઇંગમાં એકસાથે ઉતરશે.
૮૦ ઇવેન્ટ થશે ૬ રમતમાં (પેરા અલ્પાઇન સ્કીઇંગ, પેરા બાયથ્લોન, ક્રોસ કન્ટ્રી સ્કીઇંગ, સ્લેજ હોકી, પેરા સ્નોબોર્ડિંગ, વ્હીલચેર કર્લિગ) આ વખતે.
પ્યોંગચેંગના ગેગનુએંગ હોકી સેન્ટર પર પ્રેક્ટિસ કરતી નોર્વેની ઓલા ઓઈસેથ અને મોર્ટેન વાએરનેસ. નોર્વેની પ્રથમ મેચ શનિવારે ઇટાલી સામે થશે.
૧૩૫ ગોલ્ડ જીતીને નોર્વે ટોચના સ્થાને છે આ ગેમ્સમાં. કુલ ૩૧૯ મેડલ જીત્યા છે આ દેશે. ભારતે ક્યારેય આ ગેમ્સમાં ભાગ લીધો નથી. 

No comments:

Post a Comment