Tuesday 13 March 2018

જળસપાટી ધરાવતી હોય તેવી વધુ ‘સુપર અર્થ' મળી આવી


               વિજ્ઞાનીઓએ નવા ૧૫ ગ્રહની શોધ કરી છે જેમાં એક ‘સુપર અર્થ'નો પણ સમાવેશ થાય છે. વિજ્ઞાનીઓ માને છે પૃથ્વી જેવા લાગતા આ ગ્રહ પર પાણી છે અને તે જીવન માટે ઉપયોગી બને તેમ છે. 
             જાપાનની ટોક્યો ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના તેરુયુકી રિહાનોની અધ્યક્ષતામાં બનેલી ટીમે રેડ ડ્વાર્ફ સિસ્ટમની આસપાસ ફરી રહેલા આ ૧૫ ‘એક્સોપ્લાનેટ'ને પુષ્ટિ આપી છે. આ પૈકી એક K-૧૫૫ નામનો રેડ ડ્વાર્ફ છે જે પૃથ્વીથી ૨૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. એસ્ટ્રોનોમિકલ જર્નલમાં આ સંસોધન પ્રસિધ્ધ થયું છે અને નાસાના કેપલર સ્પેસ ક્રાફ્ટના બીજા મિશનામાંથી તેના અંગેનો ડેટા કલેક્ટ કરાયો છે.

No comments:

Post a Comment