Thursday 8 March 2018

કોહલી, બુમરાહ સહિત પાંચને A+ કેટેગરીમાં રખાયા



ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટર્સના વાર્ષિક કરારની રકમ ઉપરાંત ડોમેસ્ટિક સિનિયર અને જુનિયર ખેલાડીઓ તથા વિમેન્સ સિનિયર અને જુનિયર ક્રિકેટર્સની મેચ ફીમાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. 
આ ઉપરાંત ખેલાડીના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં હવે A+ કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેમાં પાંચ ખેલાડીને રાખવામાં આવ્યા છે પરંતુ તેમાંથી ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની અને સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બાકાત કરીને તેમને A કેટગરીમાં મૂકી દેવામાં આવ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી A+ કેટેગરીમાં છે જેમાં ગુજરાતના જસપ્રિત બુમરાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 
આ કેટેગરીમાં પાંચ ખેલાડી સામેલ કરાયા છે જેમાં બાકીના ત્રણ ખેલાડી રોહિત શર્મા, શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર છે. આ તમામને દર વર્ષે સાત-સાત કરોડ રૂપિયાની રકમ મળશે..
ધોની-અશ્વિનને નીચેની કેટેગરીમાં રખાયા, A+ કેટેગરીમાં સાત કરોડ અપાશે, બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટરની મેચ ફીમાં વધારો કર્યો
A+ કેટેગરી (વાર્ષિક સાત કરોડ રૂપિયા).
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ..
A કેટેગરી (વાર્ષિક પાંચ કરોડ રૂપિયા).
મહેન્દ્રસિંહ ધોની, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રિદ્ધિમાન સહા..
B કેટેગરી (વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા).
લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ, હાર્દિક પંડ્યા, ઇશાન્ત શર્મા અને દિનેશ કાર્તિક..
C કેટેગરી (વાર્ષિક એક કરોડ રૂપિયા)
કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરુણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ અને જયંત યાદવ..
વિમેન્સ ક્રિકેટર
A કેટેગરી (વાર્ષિક ૫૦ લાખ રૂપિયા).
મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના.
B કેટેગરી (વાર્ષિક ૩૦ લાખ રૂપિયા).
પૂનમ યાદવ, વેદા ક્રિષ્ણામૂર્તિ, રાજેશ્વરી ગાયકવાડ, એકતા બિસ્ત, શિખા પાંડે અને દિપ્તી શર્મા.
C કેટેગરી (વાર્ષિક ૧૦ લાખ રૂપિયા).
મેન્સ ક્રિકેટ
કેટેગરી પ્રતિદિન.
સિનિયર ૩૫,૦૦૦.
અંડર-૨૩ ૧૭,૫૦૦
અંડર-૧૯ ૧૦,૫૦૦.
અંડર-૧૬ ,૫૦૦
વિમેન્સ ક્રિકેટ.
કેટેગરી પ્રતિદિન.
સિનિયર ૧૨,૫૦૦.
અંડર-૨૩ ,૫૦૦
અંડર-૧૯ ,૫૦૦.
અંડર-૧૬ ,૫૦૦

No comments:

Post a Comment