Thursday 8 March 2018

ટીચર્સ યુનિ.ના કુલપતિ ડો.શશીરંજન NCTEના ચેરમેન તરીકે નિમાશે




ગુજરાતની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન(IITE)ના કુલપતિ ડો. શશીરંજન યાદવની નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (NCTE)ના સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. 
ચાલુ વર્ષના અંતે એનસીટીઇના નવા ચેરમેનની પણ નિમણૂક થવાની છે ત્યારે ગુજરાતમાંથી કાઉન્સિલના સભ્ય બનનારા ડો. યાદવ કાઉન્સિલના ચેરમેન બને તેવી શકયતા છે. 
ડો. યાદવ ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ બન્યા તે પહેલા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ડો. યાદવે એજ્યુકેશનમાં કરેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે તેમની નિમણૂક એનસીટીઇના સભ્ય તરીકે કરી છે.

No comments:

Post a Comment