Thursday 8 March 2018

આંતરરાષ્ટ્રીય મહિલા દિન : ૮ માર્ચ


આ મહિલાઓએ અલગ પ્રકારના વ્યવસાયમાં બહેતર કરી બતાવ્યું

મંજુ યાદવ, કુલી


પતિના મૃત્યુ બાદ ત્રણ બાળકોનું પાલન-પોષણ કરવું મુશ્કેલ બન્યું તો મંજુ એ જ વ્યવસાયમાં આવી કે જેમાં તેનો પતિ હતો. ૩૪ વર્ષીય મંજુ છેલ્લાં પાંચ વર્ષથી આ કામ કરે છે. 

જમીતા, ઇમામ 


૨૬ જાન્યુઆરીએ કેરળના મલ્લપુરમમાં જમીતાએ શુક્રવારની નમાજમાં ઇમામની ભૂમિકા નિભાવી. તે જિલ્લાના વંદુર શહેરમાં કુરાન સુન્નત સોસાયટીની મહામંત્રી છે. 

મમતા દેવી, બોડી બિલ્ડર


મણિપુરની ૩૫ વર્ષની મમતા બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં દેશની પ્રથમ મહિલા છે. વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ-૨૦૧૨ કાંસ્ય ચંદ્રક જીતી ચૂકી છે.

સીમા રાવ, કમાન્ડો ટ્રેનર


મિલિટ્રી માર્શલ આર્ટ્સમાં સેવન્થ ડિગ્રી બ્લેક બેલ્ટ સીમા રાવ દેશની એક માત્ર મહિલા કમાન્ડો ટ્રેનર છે. ૪૮ વર્ષીય સીમા ૨૦ વર્ષથી કોઈ પણ જાતની ફી લીધા વિના વિશેષ તાલીમ આપે છે. 

ચંદ્રાણી પ્રસાદ વર્મા, ખાણ એન્જિનિયર 


મહારાષ્ટ્રની ચંદ્રાણીને માઈનિંગ એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરાયો હતો. કોર્ટના આદેશને કારણે પ્રવેશ મળ્યો. ૧૯૯૯માં તે દેશની પ્રથમ માઈનિંગ એન્જિનિયર બની.

અવની ચતુર્વેદી, ફાઈટર પાઈલટ


એકલી ફાઈટર પ્લેન ઉડાવનારી દેશની પ્રથમ મહિલા. મધ્યપ્રદેશના રીવાની ૨૪ વર્ષીય અવનીએ આ ઇતિહાસ ચાલુ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ રચ્યો. તે ૨૦૧૬માં ફાઈટર ગ્રૂપમાં આવી હતી. 

ટેસી થોમસ, મિસાઈલ ડેવલોપર 


ભારતીય મિસાઈલ પ્રોજેક્ટને નેતૃત્વ પૂરું પાડનાર પ્રથમ મહિલા. અગ્નિ-૪ તથા અગ્નિ-5ના વિકાસમાં કેરળની ૫૫ વર્ષીય ટેસીનું મહત્વનું યોગદાન રહ્યું. 

અલીશા અબ્દુલા, રેસિંગ ડ્રાઈવર 


ચેન્નાઈની ૨૮ વર્ષીય અલીશાએ ૧૪ વર્ષની વયમાં નેશનલ કાર રેસિંગમાં પુરુષોની વચ્ચે પાંચમું સ્થાન મેળવ્યું હતું. ૧૯ વર્ષની વયે બાઈક રેસિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. 

કે.સી. રેખા, પરવાનેદાર માછીમાર


૪૫ વર્ષીય રેખાએ ૧૦ વર્ષ અગાઉ આ કામ ચાર બાળકોના પાલન-પોષણ માટે પતિને સાથ આપવા શરૂ કર્યું. તે દેશની પ્રથમ અને એક માત્ર મહિલા માછીમાર છે. તેની પાસે લાઈસન્સ પણ છે.

સુરેખા યાદવ, લોકોપાઈલટ 


સુરેખા યાદવ ૧૯૮૮માં રેલવેમાં જોડાઈ. ૧૯૮૯માં તે આસિસ્ટન્ટ ડ્રાઈવર બની. ૨૦૧૦માં પેસેન્જર ટ્રેનની ડ્રાઈવર બની. હાલ તે ૫૨વર્ષની છે. કલ્યાણમાં રેલવે માટે ડ્રાઈવરને તાલીમ આપે છે. 

No comments:

Post a Comment