Thursday 8 March 2018

ચીનનું $૧૭૫ અબજનું ડિફેન્સ બજેટ: ભારત કરતાં 3 ગણું



ચીને રવિવારે તેનું ડિફેન્સ બજેટ જાહેર ન કર્યું તેના અહેવાલો બાદ સોમવારે તેનું સંરક્ષણ બજેટ જાહેર કર્યું હતું. તેણે આ બજેટ ૮.૧ ટકા વધારીને ૧૭૫ અબજ ડોલરનું કરી દીધું છે. 
ચીનનું સંરક્ષણ બજેટ ભારતના સંરક્ષણ બજેટ કરતાં ત્રણ ગણાથી પણ વધારે છે. ચીનની સંસદ નેશનલ પિપલ્સ કોંગ્રેસ સમક્ષ બજેટ રજૂ કરતાં સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં સંરક્ષણ પાછળ ૧.૧૧ ટ્રિલિયન યુઆન એટલે કે ૧૭૫ અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. 
ગત વર્ષે ચીને સંરક્ષણ પાછળ ૧૫૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ ખર્ચ સંરક્ષણ પાછળ કરતો હોય તેવો દેશ માત્ર અમેરિકા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને વર્ષ ૨૦૧૯માં ૬૮૬ અબજ ડોલરનું સંરક્ષણ બજેટ રજૂ કર્યું હતું.

No comments:

Post a Comment