જમ્મૂના
સુંજવાન આર્મી કેમ્પ પર હુમલાના માત્ર એક મહીનાની અંદર જ સેનાએ આ હુમલાના માસ્ટર
માઈન્ડને ઠાર કરી દીધો છે. આને સુરક્ષાદળો માટે મોટી સફળતા ગણાવવામાં આવી રહી છે.
પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન સૈન્યની ૫૦ રાષ્ટ્રીય
રાઈફલ્સ અને એસઓજીના જોઈન્ટ ઑપરેશનમાં સુંજવાન હુમલાના માસ્ટર માઈન્ડ મુફ્તી
વકાસને ઠાર કરી દેવાયો.
આ ઑપરેશન દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયા હોવાના સમાચાર છે, તેમને સારવાર
અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
No comments:
Post a Comment