ભારતની
નવજોત કૌરે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે.
૨૮ વર્ષની નવજોત સીનિયર નેશનલ રેસલિંગમાં ગોલ્ડ
મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે.
તેણે ૬૫ કિગ્રા ફ્રીસ્ટાઇલ વર્ગની ફાઇનલમાં જાપાનની મિયા ઇમાઈ સામે ૯-૧થી વિજય મેળવ્યો હતો.
નવજોત
ટૂર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજના પ્રથમ મેચમાં આ જ જાપાની પહેલવાન સામે હારી ગઈ હતી. આ
ભારતનો ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ છે.
બીજી તરફ રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ
મેડાલિસ્ટ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનોદકુમારેે બ્રોન્ઝ
મેડલ જીત્યા હતા. આ સાથે ચેમ્પિયનશિપમાં ભારતના ૧ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૮ મેડલ થઈ ગયા
છે.
No comments:
Post a Comment