ગુજરાત
રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર વય મર્યાદાના કારણે ૨૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થતા રાજ્ય સરકારે શિવાનંદ ઝાની ડીજીપી તરીકે નિમણૂક કરી
છે. શિવાનંદ ઝા ૧૯૮૩ ની બેચના
આઈપીએસ અધિકારી છે અને તેઓ ગુજરાત આઈબીના વડા તરીકે કાર્યભાર સંભાળતા હતા.
અગાઉ
અમદાવાદના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે
ગુજરાત
રાજ્યમાં લાંબા સમયથી પોલીસ વડાની ખાલી જગ્યા ભરવા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ
કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને શિવાનંદ ઝાની રેગ્યુલર ડીજીપી તરીકે નિમણૂક કરાઈ
છે. આ અગાઉ શિવાનંદ ઝા અમદાવાદ, સુરત પોલીસ
કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત મજબૂત
છે
No comments:
Post a Comment