ભારતની યુવાન
શૂટર મનુ ભાકેરે આઈએસએસએફ વર્લ્ડ કપમાં સળંગ બીજા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
૧૬ વર્ષીય શૂટરે
જીતેલા બીજા ગોલ્ડ મેડલની મદદથી ભારતે મેક્સિકોમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ટોચનું
સ્થાન મેળવ્યું છે. મનુએ મિક્સ ટીમ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો.
વર્લ્ડકપમાં
ભારતે અત્યાર સુધી ત્રણ ગોલ્ડ અને ચાર બ્રોન્ઝ સહિત કુલ સાત મેડલ જીત્યા છે. ઓમ
પ્રકાશ મિથારવાલ સાથે જોડી બનાવીને રમી રહેલી ભાકરે ૧૦ મીટર એર
પિસ્તોલ મિક્સ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેણે મહિલાઓની
વ્યક્તિગત ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. .
No comments:
Post a Comment