Thursday 8 March 2018

ભારતમાં બાળવિવાહ ઘટતા વૈશ્વિક ટકાવારીમાં પણ નોંધપાત્ર ઘટાડો



ભારતમાં દિકરીઓને બાળપણમાં જ પરણાવી દેવાનું પ્રમાણ છેલ્લાં એક દાયકામાં ૫૦ ટકા જેવું ઘટી ગયું છે.
યુનાઈટેડ નેશન્સની બાળકો અંગેની એજન્સી યુનિસેફ (UNICEF)એ તેના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેને કારણે બાળવિવાહના વૈશ્વિક આંકડા પણ ઘટ્યા છે. 
યુનિસેફે કહ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં સમગ્ર વિશ્વમાં ૨.૫ કરોડ બાળવિવાહ અટકાવવામાં આવ્યા હતા. તેમાં સૌથી મોટુ યોગદાન દક્ષિણ એશિયાનું રહ્યું અને તેમાં પણ ભારત અગ્રેસર રહ્યું છે. 
દક્ષિણ એશિયામાં સૌથી વધુ બાળવિવાહ ભારતમાં જોવા મળે છે, પરંતુ છેલ્લાં એક દાયકામાં તેમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. એક દાયકા પહેલાં ભારતમાં ૪૭ ટકા દિકરીઓ ૧૮ વર્ષની થાય તે પહેલાં જ તેને પરણાવી દેવાતી હતી. 
પરંતુ અત્યારે ભારતમાં ૨૭ ટકા(૧૫ લાખ) દિકરીઓ ૧૮ વર્ષની થાય તે પહેલાં તેને પરણાવી દેવાય છે. આમ, આ ટકાવારી ખાસ્સી ઘટી છે. .


No comments:

Post a Comment