Saturday 10 March 2018

જાણીતા સૂફી ગાયક પ્યારેલાલ વડાલીનું હાર્ટએટેકથી નિધન




પંજાબી સૂફી સંગીતની દુનિયામાં અતિ લોકપ્રિય ગાયક પ્યારેલાલ વડાલીએ ૭૫ વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે. 
તેમને હૃદય રોગનો ગંભીર હુમલો આવ્યો હતો અને ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. પોતાના મોટાભાઇ પૂરણ સાથેની તેમની જોડી વડાલી બ્રધર્સ તરીકે પ્રખ્યાત હતી અને અનેક લોકપ્રિય ગીતો ગાયા હતા. જેમાં ‘તૂ માને યા ન માને' અને તનુ વેડ્સ મનુનું ‘રંગરેજ મેરે' ગીતો સામેલ છે. 
પરિવારમાં તેમની પત્ની, બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. વડાલી અને તેમના ભાઇને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક પુરસ્કારો મળ્યા છે. 
વડાલી બ્રધર્સે પંજાબી કવિ બુલ્લે શાહ, દાર્શનિક કબીર, અમીર ખુસરો અને સુરદાસની ગીત પરંપરાને જીવંત રાખી હતી.


No comments:

Post a Comment