એનપીપીના
કોનરાડ સંગમાએ મેઘાલયના મુખ્યમંત્રી તરીકે મંગળવારે શપથ લીધા હતા. આ સાથે જ
કોંગ્રેસના ૧૦ વર્ષના શાસનનો અંત આવી ગયો છે અને રાજ્યમાં પહેલી વાર એનડીએની સરકાર
બની છે. સંગમાના શપથગ્રહણ સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી
રાજનાથ સિંહ,
આસામના
મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને મણિપુરના નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. .
કોનરાડ
સરકારમાં યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી(યુડીપી)ના પ્રમુખ ડોનકૂપર રોય વિધાનસભાના
અધ્યક્ષ બનશે. સંગમાએ રવિવારે સાંજે રાજ્યપાલને મળીને ૬૦માંથી ૩૪ ધારાસભ્યોનો ટેકો
હોવાનું કહીને સરકાર રચવા દાવો કર્યો હતો. કોનરાડ સંગમા લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ
પી.એ. સંગમાના પુત્ર છે.
પશ્ચિમ ગારો
હિલ્સ જિલ્લાના સેલસેલ્લા વિધાનસભા બેઠક પરથી ૨૦૦૮માં તેઓ એનસીપીની ટિકિટ પરથી
ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૩માં સીનિયર સંગમાએ એનસીપી છોડીને એનપીપીની સ્થાપના કરી
હતી. ૨૦૧૬માં પી.એ.સંગમાના અવસાનને પગલે લોકસભાની બેઠક ખાલી પડતા કોનરાડ આ બેઠક
પરથી વિજયી બન્યા હતા.
રાજ્યના ૧૨મા CM છે
No comments:
Post a Comment