Thursday 8 March 2018

અભિનેત્રી શમ્મી આન્ટીનું ૮૯ વર્ષની વયે અવસાન




બોલિવૂડની ફિલ્મો અને ટીવી સીરિયલોમાં જોવા મળતા દિગ્ગજ અભિનેત્રી શમ્મી આન્ટીનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. 
છેલ્લે શમ્મીએ ફરાહખાન અને બોમન ઈરાનીની ફિલ્મ ‘શીરીં ફરહાદ કી નિકલ પડી'માં જોવા મળ્યા હતા. 
શમ્મીનું મૂળ નામ નર્ગિસ રાબદી હતું. તેમણે ફિલ્મ નિર્માતા સુલ્તાન અહેમદ સાથે નિકાહ પઢ્યા હતા.
શમ્મીએ ‘જબ જબ ફૂલ ખિલે', ‘ઉપકાર', ‘ઈશારા', ‘હાફ ટિકિટ', ‘ઈત્તેફાક', ‘કૂલી નંબર વન', ‘ખુદા ગવાહ', ‘હમ', ‘અર્થ', ‘ધ બર્નિંગ ટ્રેન' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત ટીવી પર તેમણે ‘દેખ ભાઈ દેખ', ‘જબાન સંભાલ કે', ‘શ્રીમાન શ્રીમતી', ‘કભી યે કભી વો' અને ‘ફિલ્મી ચક્કર' જેવા લોકપ્રિય શોમાં અભિનય કર્યો હતો..

No comments:

Post a Comment