Saturday 10 March 2018

દેશમાં આર્કિટેક્ચરનો પહેલો નોબેલ આમને મળ્યો



બી. વી. દોશી, આર્કિટેક્ટ 
અભ્યાસ : જે. જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મુંબઈ 
પરિવાર : પત્ની, ત્રણ પુત્રીઓ, તેજલ પંતકી (ટેક્સટાઈલ ડિઝાઈનર), રાધિકા કઠપાલિયા (આર્કિટેક્ટ), મનીષા (પેઈન્ટર), દોહિત્ર - ખુશનુ અને જેસિકા પંતકી 
બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીના પિતા અને કાકા ફર્નિચર બનાવતા હતા. તેથી બાલકૃષ્ણનું ડ્રોઈંગ પણ સારું હતું. મિત્રોના કહેવાથી જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યો. જે.જે.માંથી પાસઆઉટ થયા બાદ ફ્રાન્સના લી કાર્બ્યૂસિએ સાથે કામ કર્યું. ચાર વર્ષ કામ કર્યા બાદ તેમણે નવી દિલ્હીમાં બિનખર્ચાળ ઘરો ડિઝાઈન કર્યા. ત્યાર બાદ નવી દિલ્હી સ્થિત ફેશન ઈન્સ્ટિટ્યૂટ બનાવ્યું. તેના પગલે જ ૧૯૭૬માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. અમદાવાદના તેમના પોતાના બાલકૃષ્ણ ટ્રસ્ટની બનાવાયેલી ઈમારત 'સંગત' તેમની ઉત્કૃષ્ટ કારીગરીનો નમૂનો છે. તેની છત ગોળ છે, ઉપર ચાઈના મોઝેક ટાઈલ્સ લાગેલી છે, જે પાણી રોકાવા દેતી નથી અને ગરમી પણ લાગવા દેતી નથી. પ્રકાશ ઈમારતમાં એ રીતે આવે છે કે તે અથડાઈને આખા રૂમમાં પ્રકાશ ફેલાવે છે. છત ગોળ હોવાથી તેની પાસે કુંડ બનાવ્યા છે જેથી ઉપરથી પાણી પડીને આ કુંડમાં જમા થઈ જાય. 
વાત ૧૯૮૦ના દાયકાની જ છે. અમદાવાદમાં દોશીના ઘર પર જ કુમુદિની લાખિયાનું કથક નૃત્ય હતું. તેમાં કોલકાતાના કનોરિયા પરિવારનાં ઉર્મિલા કનોરિયા પણ હતાં. કનોરિયાને દોશીનું કામ એટલું ગમ્યું કે તેમણે શાંતિનિકેતનની જેમ અમદાવાદમાં પણ આર્ટ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો. કામ સોંપાયું બી. વી. દોશીને. દોશીએ તે એટલી તલ્લીનતાથી બનાવ્યું કે દરેક રૂમમાં મધ્યયુગની કારીગરી જોવા મળે છે. 

No comments:

Post a Comment