Saturday 10 March 2018

વિપરીત સ્થિતિમાં ગોલ્ડ લાવનાર બે છોકરીઓ



મનુ ભાકર, શૂટર  : ઉંમર : 16 વર્ષ
પિતા : રામકિશન(મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર), માતા- સુમેધા, ભાઈ અખિલ 
શિક્ષણ : યુનિવર્સલ સેકન્ડરી સ્કૂલ, ઝજ્જર
મણિપુરી માર્શલ આર્ટ, સ્કેટિંગ, બોક્સિંગ અને ટેનિસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી ચૂકેલી મનુ તો બોક્સિંગમાં રસ ધરાવતી હતી પરંતુ માતા નહોતી ઈચ્છતી કે દીકરી બોક્સિંગ કરે, કેમ કે એકવાર તેમાં રમતા મનુને આંખે ગંભીર ઈજા થઇ હતી એટલા માટે માતાએ તેને બોક્સિંગ છોડવા દબાણ કર્યુ. ખરેખર મનુની માતા એ જ ગામની છે જ્યાંના ગીતા અને બબીતા ફોગાટ છે. ત્યારે મનુએ બે વર્ષ અગાઉ પિતાને કહ્યું કે તેમને પિસ્તોલ જોઈએ. પિતા અચરજ પામ્યા. તેમને લાગ્યું કે પિસ્તોલનું શું કરશેω મનુએ જણાવ્યું કે તે શૂટિંગ શીખવા માગે છે. શૂટિંગની સામાન્ય પિસ્તોલ પણ દોઢ લાખ રૂપિયાની આવે છે. 
પિતાને લાગ્યું કે આટલા પૈસા લગાવી દઈશ અને પરિણામ નહીં મળે તો પૈસા વેડફાઈ જશે. પછી જેમ તેમ તેમણે દીકરીને આ પિસ્તોલ અપાવી. બે વર્ષમાં પરિણામ જોવા મળ્યું. 

નવજોત કૌર, ખેલાડી  : ઉંમર : 27 વર્ષ 

પિતા : સુખચૈન સિંહ(ખેડૂત), માતા- જ્ઞાનકૌર, એક બહેન નવજીત અને એક ભાઈ યુવરાજ 
પરિવાર : અપરીણિત 
કુશ્તી માટે તૈયાર થવામાં એક ખેલાડીને જેટલા પૈસાની જરૂર પડે છે નવજોતે તેનાથી અડધામાં જ પોતાની જરૂરિયાતો પૂરી કરી અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેના પિતા ખેડૂત છે. વધારે સમૃદ્ધ તો નથી પરંતુ મધ્યવર્ગીય છે. નવજોતની બહેન નવજીત પણ કુશ્તીની ખેલાડી રહી છે. જોકે નાનો ભાઈ યુવરાજ ક્રિકેટની તૈયારી કરી રહ્યો હતો પણ નવજીતને કેટલીક એવી ઈજા થઇ કે તેણે કુશ્તી છોડી દીધી. ભાઈ યુવરાજે પણ પિતાને ખેતીમાં મદદ કરવા માટે ક્રિકેટ છોડી દીધું. હવે બાકીની આશાઓ નવજોત પાસે રખાઇ. રાતે અઢી વાગ્યે ઊઠીને પાંચ વાગ્યે સ્કૂલે પહોંચવાનું હોય જેથી કોચથી કંઈક શીખી શકાય. એટલા માટે મા રાતે બે વાગ્યાથી ઊઠીને બાળકો માટે તૈયારી કરતી હતી. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં તેણે બ્રોન્ઝ જીત્યો અને હવે એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. 



No comments:

Post a Comment