Sunday, March 11, 2018

ભૈયાજી જોશી ચોથી વખત સંઘના સરકાર્યવાહ




નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચાલી રહેલી બેઠકમાં શનિવારે ભૈયાજી ફરી એક વખત સરકાર્યવાહ તરીકે પસંદ થયા છે. તે સતત ચોથી વખત આ પદ માટે ચૂંટાઈ આવ્યા છે. ત્રણ દિવસની બેઠકમાં સર્વસંમતિથી તેમના નામ પર મહોર લાગી. સરકાર્યવાહ આરએસએસમાં સંઘ પ્રમુખ બાદ બીજું સૌથી મોટું પદ છે.
આરએસએસ દર ત્રણ વર્ષે તેમના સરકાર્યવાહની પસંદગી કરે છે. ભૈયાજી જોશી છેલ્લાં નવ વર્ષથી સંઘના સરકાર્યવાહ છે. આ વર્ષે તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો થયો છે.
આ અગાઉની બેઠક દરમિયાન સરકાર્યવાહ જોશીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં તેમણે તાજેતરમાં જ દેશના અલગ અલગ ભાગોમાં પ્રતિમાઓ તોડવાની ઘટનાઓની આકરી ટીકા કરી હતી. 

No comments:

Post a Comment